જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 20 શખ્સને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ પ્રદર્શન ગેટ પાસેથી ગંભીરભાઈ કાનાભાઇ પરમાર, સુભાષશાક માર્કેટના ગેટ પાસેથી હરીશભાઈ ઉર્ફે હરી બાબુભાઇ પરમાર, કિરણ ઉર્ફે કાનો પ્રવિણચંદ્ર, યોગેશભાઈ ભગવાનજીભાઈ પરમાર, સીટી બી ડિવિઝન પાસેથી બળદેવસિંહ રામસીંગ જાડેજા, ફોજી ઢાબા પાસેથી આરીફભાઇ હનીફભાઇ બીન બહાસન, મનોજભાઈ રમેશભાઈ બારીયા, ગુલાબનગર પાસેથી યુનુસ આમદ દલ, કૃષ્ણનગર શેરી નં. 4 પાસેથી કમલેશભાઈ નરશીભાઈ મંડોરા, ફલા પાસેથી કેશવજી બાવજીભાઈ રાઠોડ, હાપા પાસેથી રાધેશ્યામ કેસરભાઈ ડાભી, ધુંવાવ પાસેથી સીદુભાઇ રોસનભાઈ રાઠોડ, હાપાના જવાહરનગર પાસેથી ભીખુભાઈ રમણીકભાઇ રાઠોડ, કારાભુંગા પાસેથી મનસુખભાઇ ઉર્ફે ભુજો જીવણભાઈ મકવાણા, ધ્રોલમાંથી અરવીંદભાઈ કિશનભાઇ વાણીયા, બાલાંભડી પાસેથી પ્રકાશભાઈ જીવાભાઈ મકવાણા, ગુંદા ગામના પાટીયા પાસેથી ગીરીશભાઈ રામજીભાઈ ભુવા, સડોદર ગામ પાસેથી પ્રવીણ ગોવીંદભાઈ રાઠોડ, સતાપર ગામ પાસેથી ભરતભાઈ નાથાભાઈ બગડા અને મનજીભાઈ નારણભાઈ ચાવડા નામના 20 શખ્સને સ્થાનિક પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.