જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર ની નામાંકીત ફ્રાન્સીસ સ્કૂલ ના એનસીસી ના ત્રણ વિધાર્થીઓ એ ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ દિલ્હી ખાતે પરેડ માં ભાગ લઈ સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ સહિત પુરા જામનગર ને ગૌરવ અપાવનાર જીત ઉપાધ્યાય , ખુશી  તથા જય વૈશ્ર્નવ ને સન્માનવા માટે નો અનેક કાર્યક્રમ સ્કૂલ માં રાખવામાં આવેલ ત્યાર બાદ ત્રણેય વિધાર્થીઓ ને ખુલી જીપ માં શહેર ના મુખ્ય માર્ગો પર ફેરવવા માં આવ્યા હતા જેમાં જુદી જુદી જગ્યાએ શહેર ના અગ્રણીઓ તથા વાલીઓ દ્વારા  તેઓનું સન્માન કરવામાં આવેલ જેમાં સાત  રસ્તા પાસે ભારતીય મજદૂર સંઘ દિગજામ યુનિટ ના અગ્રણી શ્રી જયેશભાઈ મહેતા તથા મુકેશભાઈ નંદા સહિત ના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.