છુટાછેડાના પ્રશ્ને ખાર રાખી ડખ્ખો 

જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરના યુવાન પર બે શખ્સે છુટાછેડાના પ્રશ્ને ઝગડો કરી હુમલો કરતા યુવાનને ઇજા પહોંચતા આ બનાવની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  
મળતી વિગત મુજબ જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ ભાનુ પેટ્રોલીયમની બાજુમાં રહેતો દેવરામ ગોવીંદભાઈ ઘોડા નામનો 30 વર્ષનો યુવાન ધુંવાવ નજીક આવેલ ઇસ્કોન પાસે લગ્ન પ્રસંગે આવેલ હોય દરમિયાન આવેલ હોય દરમિયાન સોમરાજ નાગાજણ અને તેના મામાનો દીકરો પાન ખાવાના બહાને દેવરામ મોટરસાઈકલમાં બેસાડી લઇ ગયો હતો ત્યારબાદ બંને શખ્સે દેવરામને લાકડાના ધોકાથી તેમજ હાથમાં પહેરેલ કડા વડે નાક અને હાથપગના ભાગે તેમજ માથાના ભાગે ઈંટના ત્રણ ઘા ફટકારી ઇજાઓ પહોંચાડતા બંને સામે દેવરામ ઘોડા નામના યુવાને પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી  છે.
ઇજાનો ભોગ બનનારના માસીના દીકરા સાથે સોમરાજની બહેનના લગ્ન સાત-આઠ વર્ષ પહેલા થયેલ અને એ દરમિયાન છુટાછેડા થઇ જતા બંને શખ્સે "આ છુટાછેડા તે કરાવેલ છે" તેમ જણાવી ડખ્ખો કર્યાનું જાહેર થતા આ બનાવ અંગે હે.કો. આર.ડી.મીરાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.