જામગનર મોર્નિંગ -દ્વારકા 
કલ્યાણપુર પંથકમાં એક પછી એક કુંજ પક્ષીના મૃત્યુ નિપજી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા પંથકમાં સક્રિય શિકારી ગેંગને પકડી પાડવા રાતદિવસ વોચ ગોઠવવામાં આવી રહી છે.મહત્વનું છે કે,કલ્યાણપુર રેંજ ફોરેસ્ટ દ્વારા તાજેતરમાં જ શિકારી ગેંગના એક સભ્યને પકડી પાડી જેલહવાલે કર્યો છે.પરંતુ કુંજ પક્ષીનો શિકાર થઇ રહ્યો છે કે ઝેરી પદાર્થ ખાવાથી મોત નિપજી રહ્યા છે.તે અંગે ટીમ દ્વારા સતત તપાસ કરાઇ રહી છે. એક સપ્તાહમાં ૧૨ જેટલા કુંજ પક્ષીના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ કલ્યાણપુર પંથકમાં સમુદ્ર કિનારો હોવાથી વિદેશી પક્ષી કુંજ મહેમાન બની છે.આ પક્ષીનો મુખ્યત્વે ખોરાક મગફળી છે.કુંજ પક્ષીને શિકારી ગેંગ દ્વારા શિકાર કરવામાં આવી રહ્યો છે.શિકારીઓ ઝેરી પદાર્થ ખવડાવીને મારી નાખતા હોય છે.સક્રીય ગેંગને ફોરેસ્ટ ટીમ દ્વારા પકડી પાડવા સતચ વોચ ગોઠવવામાં આવી છે.પરંતુ કુંજના મોત પાછળનું કારણ માત્ર શિકારીઓ જ ન હોવાનું સામે આવ્યું છે.કુંજના મૃતદેહના પીએમ રિપોર્ટમાં એકનો એક ખોરાક ખાવાથી વીટામીનની ઉણપના કારણે પણ મોત થતું હોવાનું સામે આવ્યું છે.અઠવાડીયામાં ૧૨ જેટલા કુંજ પક્ષીના મોત નિપજતા ફોરેસ્ટ વિભાગે ધંધે લાગ્યું છે.

વિટામીન-બી ૧૨ની ઉણપ સર્જાય છે

શિકારીઓ દ્વારા કુંજનો શિકાર કરવામાં આવે છે તેવા શિકારીને પકડી પાડવા ૨૪ કલાક વોચ ગોઠવી છે.પરંતુ એક એક કુંજ પક્ષીના જે મૃત્યું થઇ રહ્યા છે.તેનું કારણ પીએમ રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું છે કે,એકનો એક ખોરાક (મગફળી) ખાવાથી વિટામીન-બી ૧૨ની ઉણપ સર્જાય છે.જેના પરિણામે પણ મૃત્યું થઇ રહ્યા છે.