કોંગ્રેસના આગેવાનો જ જ્યંતીભાઈ ને હરાવવા મેદાને પળ્યા હોવાનું બજારમાં ચર્ચાએ જોર પકડ્યું
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઇ સભાયા મોટાવરાછા વિસ્તારમાં પ્રિયંક એવન્યુ નામનો પ્રોજેક્ટ ધરાવે છે એ પ્રોજેક્ટની અંદર જામનગર જિલ્લાના જ નાના લોકોના પ્લોટ દબાયા હોવાના આક્ષેપ વાડી એક પત્રીકા બજારમાં ફરતી થઇ છે. ઉપરાંત તેઓના ભાગીદાર સુરતના ઉધોગપતિ ગોવિંદભાઈ પટેલ બંને મળી ગરીબ લોકોને પ્લોટની લાલચ આપી સને 2002 થી અત્યાર સુધીમાં કોઈને વળતર નહીં ચૂકવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું પત્રીકામાં દર્શાવાયું છે.
લોકોને દબાવી પ્લોટ પચાવી પાડવા અંતર્ગત સુરત કોર્ટમાં દાવો પણ ચાલુ હોય અને જામનગર જિલ્લાના અસંખ્ય લોકો મકાન વિહોણા થઇ ગયા હોવાનો પત્રીકા દ્વારા તેઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે.
જયારે કોંગ્રેસ પક્ષના આગેવાનો પક્ષમાં ભલે બધું જ સમુંસુથરું ચાલી રહ્યાનો દાવો કરી રહ્યા હોય. પણ આ તમામ દાવાઓ વચ્ચે જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે જયારે ટીકીટ પક્ષ દ્વારા રહી રહીને જાહેર કરવામાં આવી. ત્યારે જ જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જાહેરમા જ પોતાની નારાજગી દર્શાવી દીધી હતી અને વાત ત્યાં સુધી પહોચી ચુકી હતી કે તેવો કઈક નવું કરશે.પણ અંતે પક્ષના આગેવાનોથી માંડ મામલો શાંત તો પડ્યો છે.પણ જયંતિ સભાયાને સફળ ના થવા દેવા માટે કેટલાક આગેવાનો વચ્ચે આંતરિક ગોઠવણો પણ ચાલી રહી છે.
જે રીતે મુળુભાઇ કંડોરીયાને પક્ષમાં સર્વસહમતી થી ઉમેદવાર ઘોષિત થયા છે. તેવું નેતાઓ અવારનવાર કહે છે,ત્યારે સવાલ થાય કે શા માટે જામનગર જીલ્લાના એકેય કોંગી આગેવાન એવું નથી કહેતા કે જયંતિ સભાયા અમારા સર્વસહમત ઉમેદવાર છે. એટલે એનો મતલબ જ એ થાય છે કે જયંતિ સભાયાને લઈને પક્ષમાં વિરોધ નો વંટોળ છે.
જયંતિ સભાયા ભલે મૂળ જામનગરના હોય પણ તેવો વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયા હોય અમુક આગેવાનો અને કાર્યકરો પણ જયંતિ સભાયા ને પ્રથમ વખત જોઈ રહ્યા છે. ત્યારે જામનગર ગ્રામ્યની પ્રજા મા એક તો જયંતિ સભાયા સાવ નવો જ ચેહરો છે. તો બીજી બાજુ તેને લઇ ને પક્ષ ના આગેવાનો અને અમુક કાર્યકરોમા ઉઠી રહેલો આંતરિક અસંતોષ જયંતિ સભાયા ના પેરાશુટ જમ્પ ને કઈ રીતે ઉડવા દેશે તે પણ સૌથી મોટો સવાલ છે.
અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે જયંતિ સભાયા સહીત અલગ અલગ સમાજના અને પક્ષમાં વર્ષોથી તળિયા ઘસી રહેલા કેટલાય પાયાના આગેવાનો એ પોતાની ઉમેદવારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી હતી. પણ તે તમામ ને બાયપાસ કરીને જયંતિ સભાયા નું નામ જામનગર ગ્રામ્યની જનતા તો ઠીક પણ ખુદ કોંગ્રેસના અમુક આગેવાનો અને કાર્યકરો ને પણ ગળે ઉતરતું નથી તે ચર્ચાએ હાલ તો ભારે જોર પકડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની આગામી 23મી તારીખે યોજનારી ચૂંટણી સંબંધે પરિસ્થિતિનો અંદાજ અને લોકચર્ચાઓમાંથી એક એવી મહત્વની બાબત સામે આવી છે કે, ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના જેન્તી સભાયા પ્રચારથી પર્સનાલીટી તમામ બાબતોમાં અતિ નબળા પુરવાર થઇ રહ્યા છે. કદાચ આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવાઈ જશે, કોંગી માટે અનુકુળ વાતાવરણ હોવા છતાં પ્રચારથી લઈને મહત્વના આગેવાનો અને કાર્યકરોને સાચવવાની બાબતમાં સભાયા વામન સાબિત થઇ રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે રાઘવજીભાઈને જીતાડવા જ નબળો ઉમેદવાર ઉતાર્યો છે.
0 Comments
Post a Comment