જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સ્વાઇનફલુનો કહેર કાળઝાળ ગરમીમાં પણ યથાવત રહ્યો છે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા હર્ષદપુર ગામના પ્રૌઢાનું સ્વાઇનફલુના કારણે સારવાર દરમ્યાન બુધવારે મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું છે જોકે હવે સ્વાઇનફલુનો વોર્ડ ગઈકાલે સંપૂર્ણ પણે ખાલી છે. 
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા રણછોડભાઈ વસોયા નામના 57 વર્ષના પ્રૌઢને સ્વાઈનફલુની બીમારીના કારણે ગત તા. 25-3-19ના દિવસે જામનગરની જી.જી. હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન બુધવારે રાત્રે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું જેમના મૃતદેહની બારોબાર અંતિમ વિધિ કરવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલમાં કુલ મૃત્યુનો આંક 23 નો થયો છે જોકે ગઈકાલે જી.જી. હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાં એક પણ દર્દી નથી અને સીઝનમાં સૌપ્રથમ વખત સંપૂર્ણ પણે વોર્ડ ખાલી છે.