જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર નજીક ઠેબા ગામના પાટીયા પાસે એક છોટા હાથીના ચાલકે પુરઝડપે આવી એક બાઇકને ટક્કર મારી દેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક ઠેબા ગામના યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. 
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતાં સુરેશભાઈ હરીભાઈ વડાલીયા (ઉ.વ. ૩ર)નામના પટેલ યુવાન ગઈકાલે રાત્રે સાડા ત્રણેક વાગ્યે જીજે-૧૦-ડીસી-૫૩૫ નંબરના મોટરસાયકલમાં ઠેબા નજીકના ફોરેસ્ટના રેસ્ટ હાઉસ પાસેથી પસાર થતાં હતાં ત્યારે ત્યાંથી પુરઝડપે પસાર થયેલા જીજે-૧૦-ટીટી-૨૯૫૨ નંબરના છોટા હાથીએ સુરેશભાઈના મોટરસાયકલને ઠોકર મારતાં સુરેશભાઈ ફંગોળાયા હતાં આ અકસ્માતમાં માથા, ખભ્ભા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા સુરેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે સંજયભાઈ ચનાભાઈ વડાલીયાની ફરીયાદ પરથી છોટા હાથીના ચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮, ૨૭૯, એમવીએક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.