સીએએના સમર્થન કરતી અખબારી યાદી બાદ જુદા જુદા મોબાઈલ નંબર ધરકો સામે નોંધાવતી ફરિયાદ 

જામનગર મોર્નિંગ - જામનગર 

સીએએ કાયદાના દિલ્હીના શાહીનબાગમાં કરવામાં આવી રહેલા વિરોધમાં રાષ્ટ્રવિરોધી નારા લાગતા ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખે તે બાબતનો વિરોધ કરતી અખબારી યાદી આપતા તેઓને કોલ કરી કેટલાક શખ્સોએ પતાવી દેવાની ધમકી આપી હતી જેની ગઈકાલે પોલીસમાં વિધિવત ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે તમામ નંબર મેળવી તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ  જામનગરના પટેલ કોલોની-6ના છેડે ચંદ્રદીપ એપાર્ટમેન્ટ 203 ખાતે રહેતા વકિલ પ્રતિક મહેશચંદ્રભાઈ ભટ્ટ (ઉ.વ.41) એ સીએએ, એનઆરસીના વિરોધમાં શાહીનબાગ દિલ્હીમાં જે આંદોલન તથા રાષ્ટ્ર વિરોધી નારા લાગતા હોય જેના અનુસંધાને ચાલો દિલ્હી શહીનબાગના નારા સાથે સીએએ ના સમર્થનમાં પ્રેસનોટ આપેલ જેનો ખાર રાખીને આરોપીઓએ જુદા જુદા મોબાઈલ નંબરો પરથી ફરીયાદીને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગત તા. 1-2-2020 થી તા. 24-2-2020 દરમ્યાન પટેલ કોલોની તથા પંચેશ્વર ટાવર પાસે આવેલી ઓફિસ અને અન્ય જગ્યાએ આ બનાવ બન્યા અંગેની પ્રતીક ભટ્ટ દ્વારા મંગળવારે  સીટી બી માં મોબાઈલ નંબર +822-202002 01223045, +8244-20200201 223628, 63516 473213, +441924504370, +12345, +8288, +8244, +821, +2784660485, +26776403569, 84486495334, 13373575625, 27846604885, +26771786910, +266, 63516473213 વાળાઓ સામે આઈપીસી કલમ 507, 504 મુજબ ફરિયાદ નોંધાવી છે.