કોરોના વાઈરસના પગલે ડ્રોન કેમેરાથી 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લ્લા કોરોના વાઈરસના પગલે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જેમાં ચારથી વધુ વ્યક્તિએ બજારમાં એકઠા થવા પર પ્રતિબંધ છે અને લોકડાઉનના પગલે હવે શહેરમાં ડ્રોન કેમેરાથી વોચ ગોઠવાઈ છે જે અંતર્ગત જાહેરનામાનો ભંગ કરતા શખ્સોને એલસીબીએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરેલ છે. 
મળતી વિગત મુજબ જામનગરમાંથી સલીમ આમદ નોતીયાર, બાવલા હુશેન સંઘાર, અકબર ઉંમર માણેક, હનીફ આમદ રફાઈ, હારુન હુશેન વાઘેર, કાસમ ઇસાભાઈ વાઘેર અને સફી હમીદભાઈ ગની વિગેરેની એલસીબીએ જાહેરનામા ભંગ સબબ અટકાયત કરી હતી. 
શહેરમાં એલસીબીની અલગ-અલગ ટીમો કાર્યરત કરી ડ્રોન કેમેરાથી નીરીક્ષણ કરતા આ શખ્સો બેડીમાં શાહ ટ્રાન્સપોર્ટ પાસેથી ઝડપાઈ ગયા હતા. 
આ કાર્યવાહી પીઆઈ કે.કે. ગોહીલની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ, ભરતભાઈ, નાનજીભાઈ, શરદભાઈ, દિલીપભાઈ, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ, ખીમભાઈ, હિરેનભાઈ, લાભુભાઈ, ભગીરથસિંહ, હરદીપભાઈ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ભાઈ, સંજયસિંહ, મિતેશભાઈ, અજયસિંહ, બળવંતસિંહ, સુરેશભાઈ, લખમણભાઈ, ભારતીબેન, એ.બી. જાડેજા અને અરવીંદગીરી દ્વારા કરવામાં આવી હતી.