રસ્તો ઓળંગતી વેળાએ કાર હડફેટે બાઈક 
એક યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ : અન્ય એક સારવાર ખસેડાયો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર -ખંભાળિયા હાઈવે પર આવેલ હોટલ પાસે ફોર વહીલ ચાલકે બાઈક સવાર બે યુવાનને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું, જયારે અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ સિક્કા જી.ઈ.બી. કોલોનીમાં રહેતો કાનજીભાઈ જેન્તીબભાઈ વાઘેલા નામનો યુવાન પોતાનું જીજે 10 સીએચ 8011 નંબરનું બાઈક ચલાવી પાછળ જમનભાઈ રબારી નામના વ્યક્તિને બેસાડી પંથી હોટલ પાસેથી રસ્તો ઓંળગતા હોય આ વેળાએ બેડ ગામ તરફથી જતી જીજે 10 વાય 9735 નંબરની કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી બાઈકને હડફેટે લેતા કાનજીભાઈનું ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજ્યું હતું જયારે જમનભાઈ રબારીને શરીરે ગંભીર ઈજા પહોંચતા તાકીદે 108 દ્વારા સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા છે આ બનાવ અંગે હસમુખભાઈ રમણીકભાઈ વાઘેલાની ફરિયાદ પરથી કાર ચાલક સામે સિક્કા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.