જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયામાં રહેતી પરણીતાને પતિ સહિતના સાસરિયાઓએ શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા તેણીએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
મળતી વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ ચોક ખાતે રહેતી ખ્યાતીબેન અભિષેકભાઈ કલ્યાણી નામની પરણીતાને જામનગરના પટેલ કોલોની ખાતે રહેતા પતી અભિષેકભાઈ મહેશભાઈ, સસરા મહેશભાઈ બાબુભાઈ, સાસુ નિરંજનાબેન તથા નંણદ રીમાબેન પ્રકાશભાઈ જોષી નામના સાસરિયાઓએ દહેજની માંગણી કરી શારીરીક માનસિક દુઃખત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા તેણીએ ખંભાળિયા પોલીસમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.