સામસામે નોંધાવાતી પોલીસ ફરીયાદ  
જામનગર મોર્નિંગ - દ્વારકા 
ખંભાળિયાના દખણાદા બારા ગામે જમીનના શેઢાના પ્રશ્ને બે ભાઈ વચ્ચે ડખ્ખો થતા બંનેએ એકબીજા પર હુમલો કરી ઈજા પહોંચાડવા સબબ સામ-સામે સલાયા મરીન પોલીસમાં આ બનાવ અંગેની ફરીયાદ નોંધાઈ છે.   
મળતી વિગત મુજબ દખણાદા બારા ગામે રહેતા વિક્રમસિંહ જીજીભા ચુડાસમા ઉપર સિધ્ધરાજસિંહ જીજીભા ચુડાસમા અને તેના પત્નિ લક્ષ્મીબાએ તથા સિધ્ધરાજસિંહ જીજીભા ચુડાસમા અને તેના પત્નિ હંસાબાએ વિક્રમસિંહ અને તેના પત્નિ લક્ષ્મીબા ઉપર જમીનના શેઢાના પ્રશ્ને ગાળો કાઢી હુમલો કરી ઈજા પહોંચાડવા સબબ સલાયા મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે. બંને ભાઈની પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.