મકાનમાલીકની ધરપકડ: બે શખ્સની સંડોવણી ખુલી: 38 હજારનો મુદામાલ કબ્જે  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરમાં એક રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી અંગ્રેજી દારૂ ને બીયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી 63 નંગ ઈંગ્લીશદારૂની બોટલ તથા 12 નંગ બીયરના ટીન કબ્જે કર્યા હતા દરોડા દરમ્યાન બે આરોપીઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામજોધપુરમાં ખાંડશરી પાસે રહેતા હિતેષ ગિરધરભાઈ અગ્રાવત નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે જામજોધપુર પોલીસે ત્યાં દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની 63 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને 12 નંગ બીયરના ટીન સહિત રૂ. 38 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો અને મકાન માલીક હિતેષ અગ્રવતની ધરપકડ કરી હતી. આ દારૂના જથ્થા માં જામજોધપુરના પરેશ છગનભાઈ હીંગરાજીયા અને પ્રફુલ્લ પરષોતમભાઇ સીતાપરા નામના બે શખ્સની સંડોવણી ખુલતા આ બંનેને પોલીસે ફરાર જાહેર કરી પોલીસે શોધખોળ આરંભી છે.