પતિ ફોનમાં ગીત ગાતા ગમતું ન હોય જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં નેપાળી પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિક પોલીસને જાણ થતા સ્થળ પર દોડી જઈ આગળની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં રણજીતનગર રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની પાસે રહેતી ગીતાબેન ભરતભાઈ ખડકા નામની 21 વર્ષની નેપાળી પરણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી, આ બનાવની જાણ થતા સીટી એ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. 
મૃતકના પતિ ભરતભાઈ પોતાના મોબાઈલ ફોનમાં પોતાના ગામનું ગ્રુપ બનાવી ગીત ગાતા હોય જે તેણીને ગમતું ન હોય જેના કારણે આપઘાત કરી લીધાનું પોલીસમાં ભરતભાઈએ જાહેર કર્યું હતું.