જામનગર મોર્નિંગ - જામનગર 


ગણતંત્રદિન નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરની બાંધણીની પાઘડી પહેરી હતી. જે દિવસભર ચર્ચામાં રહી. જેને લઇને જામનગરના જામસાહેબે આજે એક સંદેશો બહાર પાડ્યો છે. જામનગરના રાજવી શત્રુશેલ્યજીએ દરબાર સહીતના યુવાનોને ટકોર કરી છે.

રાજવી શત્રુશેલ્યજીએ સંદેશમાં લખ્યું છે કે જામનગરના દરબારોને હું કહેવા માંગુ છું કે તમે જુઓ આપણા વડાપ્રધાન નથી દરબાર કે નથી હાલારી પણ તેમ છતાં તેમણે પાઘડી માથા પર બાંધી અને ઓફીશીયલ કાર્યક્રમમાં હાજરી આપી. હું એમ માનું છું કે એમણે આપણા ઈતિહાસમાં જોયું હશે કે મુસ્લિમ સિપાહીઓ સાફો બાંધતા અને હિંદુ લડવૈયાઓ નોખી નોખી જાતની પણ હંમેશા પાઘડી પહેરતા. દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં માત્ર જુનાગઢ, માંગરોળ અને માણાવદરના સીપાહીઓ સાફો બાંધતા. બીજા બધાય રજવાડાના સિપાહીઓ પાઘડી બાંધતા. તો હવે આપણા યુવકો ખાસ કરીને દરબાર જુવાનીયાઓ ક્યારે જાગશે? આપણા વડાપ્રધાનના દાખલાને માન તો આપો. તેવો સંદેશો આજે જામનગરના રાજવી એ રજુ કર્યો છે.

દેશના પ્રધાનમંત્રીએ પાઘડી પહેરીને પરંપરાને જાળવી રાખી પરંતુ આજના યુવાનો શા માટે પરંપરા જાળવતા નથી તેવી ટીકા પણ રાજવી એ વ્યક્ત કરી છે.