જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકામાં સ્થાનિક પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ જુગાર દરોડા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ સહિત 37 પત્તાપ્રેમીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે એક શખ્સ ફરાર જાહેર થયો છે.

દ્વારકા તાલુકાના ઓખા મરીન વિસ્તારમાં આવેલી કાર્બન સોસાયટી ખાતે નિલેશ કનૈયાભા માણેક નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાથી રાત્રે દસેક વાગ્યે પોલીસે જુગાર દરોડો પાડી, નિલેશભા કનૈયા માણેક, મનસુખ કેશાજી ઠાકોર, રમેશ મૂળા ચૌહાણ, જાવેદ ઉમર સાંઝી અને દશરથ નાથા ગોહિલ નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 39,400 રોકડા તથા રૂપિયા 8,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 47,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

દ્વારકા પોલીસે વસઈ ગામે રાત્રે આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે જુગાર અંગેની કાર્યવાહી કરી, એક દરગાહ પાસેથી ઘાંઘાભા ખેંગારભા જામ, વિજય પુના સુમાત, વનરાજભા કનૈયાભા સુમણીયા, શામરાભા પુનાભા ઘોડા ચારણ, સાજણભા સિધ્ધરાજભાઈ સુમાત, ભગભા દેવદાનભાઈ ઘોડા ચારણ, આશાભા તેજાભા માણેક, સવાભા ગંગાભા જામ અને રણમલભા પબુભા જામ નામના નવ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 30,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાણવડ પોલીસે સઈ દેવળીયા ગામેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા અમૃતલાલ રાઘવ ગમારા, મનજી ઉર્ફે બચુ કુડેચા, ભીખુ કરમશી ગમારા અને સુરેશ ઉર્ફે કારો રતિભાઈ કાલરીયા નામના ચાર શખ્સોને રૂપિયા 11,820 ના મુદ્દામાલ સાથે જ્યારે ભાણવડથી આશરે 6 કિલોમીટર દૂર રૂપામોરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં બેસી અને જુગાર રમતા કરસન રાજા કદાવલા, જગા દેવા પિપરોતર, કેશુ જેઠા કરથીયા, મુળદાસ બાલકદાસ દુધરેજીયા અને વિશાલ દિનેશ ગોસ્વામી નામના પાંચ શખ્સો રૂપિયા 17,300 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. આ દરોડા દરમ્યાન ટપુ કાના સગર નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે.

ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર આંબરડી ગામે જુગાર રમતા દિલીપ જેસા સાદીયા, લીલાબેન મગન સાદીયા, રેખાબેન ભરતભાઈ, સુમિત્રાબેન વશરામ, મધુબેન રામભાઈ રંજનબેન રાણસુર અને કારીબેન ઘેલાભાઈ સાદીયા નામના સાત વ્યક્તિઓ રૂપિયા 5,020 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

કલ્યાણપુર પોલીસે પટેલકા ગામની સીમમાંથી રામશી લખમણ ગોજીયા, વિનોદ લખમણ કણજારીયા અને દિગુભા દોલુભા જાડેજાને જુગાર રમતા રૂપિયા 11,720 ના મુદ્દામાલ સાથે જ્યારે પટેલકા ગામના રામ વાડી શાળા પાસેથી રાજુ કેશુર ગોજીયા, નથુ લાધા પરમાર, વશરામ નાનજી સોનગરા અને મનસુખ પ્રાણજીવનભાઈ જોશી અને પોલીસે ઝડપી લઈ, રૂ. 4,300 રોકડા તથા રૂપિયા 6,000 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 10,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. 


.