જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મહેન્દ્રભાઈ જોષીના મિત્ર હિતેશ તથા બિપીનને અગાઉ સાધના કોલોનીમાં જ રહેતાં કુખ્યાત શખ્સ હર્ષ પરેશભાઈ મહેતા ઉર્ફે ટકા સાથે ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી વિપુલભાઈ પર તારીખ ૧૬ ની બપોરે હર્ષ તેમજ મુકેશ શર્મા અને કુલદીપસિંહ પરમાર નામના શખ્સોએ ધોકા વડે હુમલો કરી વિપુલને માર માર્યો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જીપી એકટની કલમ ૧૩૫(૧)  હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.