જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો ગ્રાફ ધીમેધીમે ઘટતો જાય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ કાર્યને શરૂ કરવાની છૂટ આપવામાં આવી રહી છે. જેના આજે ત્રીજા તબક્કામાં છઠ્ઠા ધોરણથી ઉપલા વર્ગો નો પણ પ્રારંભ થયો છે.
 રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ છઠ્ઠા ધોરણ ની ઉપર ના વિદ્યાર્થીઓ કે જેઓ શાળામાં અભ્યાસ કરવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓને પોતાના વાલી ની સંમતિ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જામનગરની સરકારી ઉપરાંત ખાનગી શાળાઓમાં ૬ ધોરણ થી ઉપલા વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું આજથી શરૂ કરી દેવાયું છે. સાથોસાથ અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે, તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સેનીટાઇઝર વગેરેનો સંપૂર્ણપણે ઉપયોગ થાય તે બાબતનું ધ્યાન રાખીને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.