દ્વારકામાં હોટલ સંચાલક સાથે છેતરપીંડી કરનાર મહિલાની આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

જામનગર મોર્નિંગ - દ્વારકા તા.15 : દ્વારકામાં હોટલના સંચાલકો સાથે વિશ્વાસઘાત કરનાર મહિલાને પોલીસે અમદાવાદથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ દ્વારકાના હોટલ સંચાલકો પાસેથી અમદાવાદની તૃપ્તિ રોય નામની મહિલા ડિવોયેજર હોસ્પિટાલિટી નામની પ્રાઇવેટ લિમિટેડના નામે પેકેજ દ્વારા ગ્રાહકો પાસેથી પૈસા લઇ સાહેદો કલ્પેશભાઈની હોટલો જેમાં દ્વારકાની રોમા ક્રિષ્ટો વિગેરેમાં રૂમ બુક કરાવેલ બાદ સંચાલકો દ્વારા બુકીંગ કરાવેલા નાણાંનું ચૂકવવાનું જણાવતા તેણી રૂ. 47600ની ચુકવણી નહીં કરતા હોટલ મેનેજર કિશોરભા ભગવતસિંહ નાયાણીએ તૃપ્તિ રોય સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં તેણીને આખરે પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.