જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૯, જામનગરમાં શંકરટેકરી વાલ્મીકિ વાસ વિસ્તારમાં રહેતી એક મહિલા તાવની બીમારીમાં પટકાયા પછી અને ઝાડા ઉલટી થયા પછી કમળો થઇ જતાં તેણીનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકરટેકરી વલ્લભનગર નજીક વાલ્મીકિ વાસ માં રહેતી વિજયાબેન કાંતિભાઈ નામની ૫૬ વર્ષની મહિલાને દસેક દિવસ પહેલા તાવ આવ્યો હતો,, તેમજ ઝાડા ઉલ્ટી થવાથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત લથડતાં કમળો થઇ ગયો હતો,અને વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના પતિ કાંતિભાઈ કેશુભાઈએ પોલીસને જાણ કરતા સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે,, અને તેના લોહીના નમૂના એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.