જામનગર મોર્નિંગ - ખંભાળિયા : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો વ્યાપ ઘટતો હોય તેમ અને કોરોના જાણે વિદાય લઈ રહયો હોય તેમ કમિત થનારાઓના કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન ઘટાડો જોવા મળી રહયો છે. છેલ્લાં અગિયાર દિવસ દરમ્યાન આક દિવસ કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં કોરોના વૈકસીનેશનની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. દરરોજ બોરસો જેટલી વ્યકિતઓને કોરોના વિરોધી રસી મુકવામાં આવી રહી છે. દેશવ્યાપી ચાલતા આ રસીકરણની આડઅસર નહિંવત પ્રમાણમાં હોય તેમજ લોકોમાં જાગૃકતાના વધતા પ્રમાણને લીધે કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી રહી હોય તેમ દિન પ્રતિદિન કેસની સંખ્યા ઘટતી જતી જોવા મળી રહી છે.