એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમનું સંયુક્ત ઓપરેશન: બે દિવસ ના કલકત્તામાં ધામા: સ્થાનિક પોલીસની મદદ વગર મુસ્લિમ વેશ ધારણ કરી ત્રણેય આરોપીઓને આબાદ ઝડપી લીધા


જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા નીપજાવવા અંગે ના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા  કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ના ત્રણ સાગરિતો ને કલકત્તા માંથી પકડવા માટે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ પેરોલ ફર્લો ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, અને સ્થાનિક પોલીસની મદદ વિના બે દિવસ માટે કલકત્તામાં ધામા નાખી મુસ્લિમ વિસ્તારમાં જ મુસ્લિમ નો વેશ ધારણ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. જે ઓપરેશન નું નામ "ઓપરેશન રેડ હેન્ડ" રાખીને ત્રણેય શખ્સોને ઝડપી પાડયા હતા.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ના પી. એસ.આઈ. આર.બી. ગોજીયા તેમજ જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડે ટીમના પી.એસ.આઇ.એ. એસ.ગરચર ઉપરાંત એલસીબી અને પેરોલ ફર્લો ની ટીમે સમગ્ર ઓપરેશન ગુપ્ત રાખ્યું હતું, અને ઓપરેશન નું નામ "રેડ હેન્ડ' રાખવામાં આવ્યું હતું. જે હેઠળ તમામ ટુકડીએ કલકત્તામાં ચોક્કસ બાતમીના આધારે મુસ્લિમ વિસ્તારમાં ધામા નાખ્યા હતા, અને મુસ્લિમ નો વેશ ધારણ કરી ઊંડાણપૂર્વકની તપાસના અંતે ત્રણેય આરોપીઓ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર, અને જયંત ગઢવી ને પકડી પાડયા હતા. અને ત્રણેને જામનગર લઈ આવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.