જીલ્લા પ્રમુખ સહીત આગેવાનો ઉપસ્થિત


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વડા મથક ખંભાળીયામાં આજે સવારે ભાજપના પાલિકાના હોદ્દેદારોએ વિધિવત પૂજા અર્ચન તથા હવન કરીને ચાર્જ સંભાળ્યો હતો. સવારે શંકરલાલ મહારાજના શાસ્ત્રીપદે નવચંડી યજ્ઞનું આયોજન પાલિકા કચેરી ખાતે કરાયું હતું તથા શાસ્ત્રોક વિધિ સાથે બીડું હોમીને આરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ કરીને પાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પરમાર તથા ઉપપ્રમુખ શ્રી જગુભાઈ રાયચુરાએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. પ્રમુખ તથા ઉપપ્રમુખએ ચાર્જ સંભાળતાની સાથે જ પત્રકારો સાથેની વાતચીતમાં શહેરમાં સફાઈ રખડતા ઢોર તથા રસ્તાના બાકીના કામોને અગ્રતા આપીને ગામનો વિકાસ થાય તથા પાલિકા રાજ્યમાં રોલ મોડેલ થાય તેમ કરવા આયોજન હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. ભાજપ જીલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ,મહામંત્રી શૈલેશ કણજારીયા, મયુર ગઢવી તથા  જીલ્લા શહેર તથા તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર - દેશુર ગઢવી, ખંભાળીયા