જામનગર મોર્નિંગ - દ્વારકા તા.20 : જગતગુરૂ શંકરાચાર્ય મહારાજના શિષ્ય અને દ્વારકા શારદા પીઠના સેક્રેટરીએ આજે શારદા પીઠ ખાતે દ્વારકાના આગેવાનો પત્રકારોને બોલાવી મહત્વની મીટીંગ કરી હતી યાત્રાધામ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ પર લાખો કરોડો ભક્તોની શ્રદ્ધા છે ત્યારે સંતો-મહંતો આવતા હોય છે અને નોનવેજ જેવી ચીજોથી દૂર રહેવા તથા શહેરમાંથી નાબૂદ કરવા જણાવ્યું હતું કે ધર્મ નગરી દ્વારકામાં અહી લાખો ભવિક આવતા હોય છે ત્યારે દ્વારકા શહેર માં માંસ મટન ઈંડા સહિત નોનવેજ ના હાટડા ઓ બંધ થવા જોઈએ. નોનવેજ ખાનાર વ્યક્તિ દારુ પણ પિતા હોય છે ત્યારે આવા ધંધાર્થીઓને શહેરથી દૂર કરી યાત્રધમને અન્ય યાત્રાધામો જેમ નોનવેજ પ્રતિબંધ ઝોન જાહેર કરવા માંગ કરાઈ છે અને ઉચ કક્ષાએ પત્ર લખી જાણ કરી છે ત્યારે દ્વારકા ના આગેવાનો પત્રકારો એ આ સુર સાથે તાલ મિલાવ્યો હતો.