• જોડીયા પંથકમાંથી દારૂ સાથે નીકળેલી એક કારને પકડી લેવાઈ


 જામનગર તા ૧૮, જામનગર શહેર અને જોડિયામાં પોલીસે દારુ અંગે બે સ્થળે દરોડા પાડયા છે, અને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને ફરારી જાહેર કરાયો છે.
 જામનગર શહેરમાં હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતા જીતુભાઈ નારણભાઈ કનખરા નામના રિક્ષાચાલક શખ્સના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી ૧૪ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, અને આરોપીની અટકાયત કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં તેને ઉપરોક્ત દારૂનો જથ્થો ખીજડા મંદિર વાળી શેરીમાં રહેતા અનિલ લહેરીભાઈ દામા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
 દારૂ અંગે નો બીજો દરોડો જોડિયા તાલુકાના લીંબુડા ગામ પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પસાર થઈ રહેલી એક કારને આંતરી લઇ તેમાંથી ત્રણ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, જ્યારે કારના ચાલક પોરબંદરના મહંમદહુસેન અકબરભાઈ મિયાણા અને અમીન રહીમભાઈ મિયાણા ની અટકાયત કરી લઇ કાર અને દારૂ કબજે કર્યા છે.