જામનગર મોર્નિંગ - ગુજરાતમાં કોરોના સંક્ર્મણ બેકાબુ બનતું જાય છે દરરોજના હજારોની સંખ્યામાં કોવીડ પોઝિટિવ કેશ આવે છે. આવા સમયે પણ દ્વારકાધીશ મંદિરએ અનેક શ્રદ્ધાળુંઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ગઈકાલે મળેલ દેવસ્થાન સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ તા.12 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી કોરોના મહામારીને લઈને જગત મંદિર દ્વારકાધીશ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.