• કોરોનાનો કહેર ગ્રામીણ વિસ્તારમાં પણ પગ પેસારો કરતા સ્વૈચ્છિક લોકડાઉન! 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : ગત વર્ષે કોરોના મહામારી કરતા ચાલુ વર્ષે કહેર વધી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાથી સંક્રમિતની સંખ્યા વધી રહી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોના સંક્રમિતનો આકડો 100 એ પહોંચી ગયો છે. ત્યારે દ્વારકા જિલ્લાના અનેક ગામો ગ્રામજનો દુકાનદારો અને સરપંચઓ એ સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉન કરવા અંગેના નિર્ણય જાહેર કર્યા છે ત્યારે ખંભાળીયા તાલુકાના સામોર ગામે પણ સ્વૈચ્છિક રીતે લોકડાઉન જાહેર કર્યું છે જેમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે બાદમાં સંપૂર્ણપણે લોકડાઉન નું પાલન કરવામાં આવશે. આગામી 20 એપ્રિલ સુધી બપોર બાદ તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન માં સાથ સહકાર આપશે.