તસ્વીર - દેશુર ગઢવી


  • પાલિકાના સફાઈ કર્મીઓએ બેદરકારી પૂર્વક કચરાનો ઢગલો ગોડાઉન પાસે સળગાવતા આગ લાગી હતી.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.11 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં દ્વારકા ગેટ પાસે આવેલ પાલિકા ના જ ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા કચરાનો ઢગલો ઘાસના ગોડાઉન પાસે એકત્રિત કરીને સળગાવતા તે તણખલુ ગોડાઉન સુધી પહોંચતા ઘાસના ગોડાઉનમાં વિકરાળ આગી લાગી હતી.

ઘાસનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં ગીચમાં આવેલ હોવાથી આજુ- બાજુના રહીશોમાં પણ વિકરાળ આગથી અફડા- તફડી જોવા મળી હતી. બાદમાં પાલિકાના બે ફાયર ફાઈટર આવીને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ ગોડાઉનમાં રહેલ ઘાસનો મોટો જથ્થો આશરે બે ટ્રક જેટલો સંપૂર્ણ બળીને રાખ થયો હતો.

આગ સફાઈ કર્મીની બેદરકારીથી લાગી હતી. જેના હિસાબે મોટા ઘાસના જથ્થાનો નાસ થયો અને ગોડાઉન ઉપરથી નીકળતા આગના ધુમાડાથી આજુબાજુના રહીશોના જીવ અધ્ધર થઇ ગયા હતા. વધુમાં ખંભાળીયા પાલિકામાં ફાયર શાખામાં ફરજ બજાવતા કર્મીઓ પાસે પૂરતી લાયકાત કે સાધન સામગ્રી નથી જેનાથી કોઈ મોટો આગનો બનાવ બને ત્યારે કાબુ મેળવવો મુશ્કેલ બની જાય છે