જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.02 : આ કેસની હકીકત એવી છે કે, ચોટીલા ગામના રહેવાશી(આરોપી; બલભદ્ર ઉર્ફે કૃણાલ જંયતીદાસ ગોંડલીયા તા.૨૫/૧૦/ર૦૧૭ના કલ્યાણપુર ગામના રહેવાશી(ફરીયાદી) ધનેશભાઇ ચંદ્રકાન્તભાઇ વાકાણી સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાની ઇરાદેથી ભગાડી ગયેલ હૌય ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ અલગ અલગ જગ્યાએ રાખી ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપીએ સંભોગ, બળાત્કાર કરેલ તે મુજબની ફરિયાદ કલ્યાણપુર પો. સ્ટે.માં ફસ્ટ ગુરને ૬૬/૧૭ થી આઈ, પી.સી. કલમ ૩૬૩,૩૬૬.૩૭૬,૧૧૪ તથા પોકસો એકટની કલમ ૪,૫,૧૨ મુજબનો ગુન્હો નોધી મેડીકલ તપાસણી કરાવી જરુરી પુરાવો મેળવી તપાસ કરી સ્પે.પોક્સો કોર્ટ ખંભાળીયા ખાતે ચાર્જશીટ કરેલ અને નામદાર સ્પે, પોકસો અદાલત ખંભાળીયાના જજશ્રી ડી.ડી બુધ્ધદેવ સમક્ષ સ્પે પોક્સો કેસ નંબર ૪/ ૨૦૧૮થી ચાલવા પર આવેલ અને ૧૫ સાક્ષીઓને તપાસવામાં આવેલ ફરિયાદી ભોગબનનાર વિ. ની જુબાની તથા મેડીકલ રિપોર્ટ, એફ.એસ.એલ અહેવાલ તથા જીલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડાની વિસ્તૃત દલીલો લક્ષમાં લઈ નામદાર સ્પે. પોક્સો અદાલતે બલભદ્ર ઉર્ફે કૃણાલ જંયતીદાસ ગોંડલીયાને તકસીરવાન ઠરાવી અને સરકારી વકીલશ્રીની દલીલો લક્ષમાં રાખી.

નામદાર અદાલતે આરોપીને આઇ પી.સી. કલમ ૬૩માં તકસીરવાન ઠરાવીને ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦૦૦/ દેડ (મરવા હુકમ ફરમાવેલ છે. તેમજ આઈ.પી.સી. કલમ ૩૬૬માં તકસીરવાન ઠરાવીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.૩૦૦૦/- દંડ ભરવા હુકમ ફરમાવેલ છે. તેમજ પોક્સો એક્ટની કલમ ૪,૬,૧માં તકસીરવાન ઠરાવીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ ૧૦૦૦૦- દંડ ભરવા હુકમ ફરમાવેલ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની જેલની સજા ફરમાવતો ચુકાદો આપેલ.