જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જોશીનાઓએ જિલ્લામાં માથાભારે ઇસમો શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનાહીત ઇતીહાસ ધરાવતા માથાભારે ઇસમો ઉપર પાસા હેઠળ આકરા પગલા લેવા સુચના કરતા મીઠાપુર પો.ઇન્સશ્રી જે.કે.ડાંગર તથા ઓખા મરીન પો.સબ.ઇન્સશ્રી એમ.ડી.મકવાણા નાઓએ માથાભારે ઇસમો (૧) હાજાભા પાલાભા સુમણીયા ઉ.વ ૩૦ રહે. કુષ્ણનગર આરબંડા મીઠાપુર તા.દ્વારકા જિ. દેવભૂમિ દ્વારકા તથા (૨) માપભા ઉર્ફે માપલો વીરાભા સુમણીયા ઉ.વ ૨૮ રહે- મીઠાપુર તા.દ્વારકા જિ-દેવભૂમિ દ્વરકા વાળાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી દેવભૂ મિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ માથાભારે ઇસમોની પાસા દરખાસ્ત મંજુર કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી જે.એમ.ચાવડા નાએ પાસા વોરંટ મેળવી પાસા એકટ હેઠળ ઉપરોક્ત બન્ને નામવાળાઓની અટકાયત કરી નં-૧ નામવાળાને વડોદરા, તથા નં-૨ વાળાને સુરત જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
0 Comments
Post a Comment