• શહેરના ત્રણેય પોલીસ ડિવીઝન હેઠળના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા રાત્રી દરમિયાન માર્ચ પાસ્ટ કરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર ૧૦, જામનગર શહેરમાં રાત્રીના આઠ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ ની અમલવારી કરાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહે છે. આ ઉપરાંત લોકો કર્ફ્યુનો ભંગ કરીને ઘરથી બહાર ન નીકળે તેના અનુસંધાને જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવીઝન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.

 જામનગર શહેરના સીટી બી ડિવિઝન વિસ્તારમાં હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે રાત્રિના ૮.૩૦ વાગ્યા પછી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો મોટાભાગનો પોલીસ સ્ટાફ સજ્જ થઈને એકત્ર થયો હતો, અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારોમાં મોડી રાત્રી સુધી પેટ્રોલિંગ કર્યું હતું, અને કર્ફ્યુની કડક અમલવારી થાય તેની તકેદારી રાખી હતી.

 આ ઉપરાંત સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દરબાર ગઢ પોલીસ સ્ટેશન થી લઈને ખાદી ભંડાર, ચાંદી બઝાર, પંચેશ્વર ટાવર સહિતના અનેક વિસ્તારોમાં સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી.

 સાથોસાથ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પણ સમગ્ર પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને લોકો બિન જરુરી ઘરની બહાર ન નીકળે અને કરફ્યુ ભંગ ન થાય તે અંગે તકેદારી રાખવામાં આવી હતી.