જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૦, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતી એક પરણિત યુવતિને ખંભાળિયામાં રહેતા તેણીના પતિએ મારકુટ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામ માં રહેતી પુનમબેન ભાવિન ભાઈ કણજારીયા નામની ૨૬ વર્ષની પરિણીતાને તેના પતિ પ્રવીણ નારણભાઈ કણજારીયા એ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.

 જેથી તેણે પોતાના માવતરે આવ્યા પછી પતિ સામે ફરિયાદ નોંધાવતાં લાલપુર પોલીસે પતિ ભાવિન નારણભાઈ કણજારીયા સામે સ્ત્રી અત્યાચાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.