જામનગર તા ૨, જામનગર નજીક દરેડ માં પોલીસે ગઇ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ૯ આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી રૂપિયા ૧૪,૭૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

 જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા દરેડ વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કુલદીપ જ્ઞાનપ્રસાદ જાટવ, કરમચંદ જયરામ જાટવ, દેવેન્દ્ર રામચરણ જાટવ, મુકેશ રામપ્રસાદ જાટવ, ઑમબિહારી રાધાકૃષ્ણ જાટવ, માતાપ્રસાદ ગૌરી રામ જાટવ, નિલેશ જ્ઞાનસિંહ જાટવ, નરેન્દ્ર કરણસિંહ જાટવ અને જગમોહન મેરવાન જાટાવની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૪,૭૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.