• આગામી બે કે ત્રણ દિવસ માં ઓક્સિજન ટેન્ક નું ઇન્સટોલેશન કામ કરાશે


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટર ની ક્ષમતા વાળું લિક્વિડ ઓક્સિજન ટેન્ક પહોંચ્યું , આગામી બે કે ત્રણ દિવસ માં ઓક્સિજન ટેન્ક નું ઇન્ટ્રોલેશન કરવામાં આવશે જેનો સીધો જ ફાયદો દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકોને થશે અને ખંભાળીયા ની હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોરેજ ની ક્ષમતા માં વધારો થશે.


ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડ માં હાલ 100 જેટલા દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે અને તમામ ની સારવાર હાલ ચાલી રહી છે એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા માં દિવસે ને દિવસે કોરોના ના પોઝીટીવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ઓક્સિજન ની જરૂર પણ વધી રહી છે ત્યારે ખંભાળિયા માં આવેલ જનરલ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને હોસ્પીટલ ના સુપ્રીટેનડેન્ટ સાથે ચર્ચાઓ કરાઈ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ની જનરલ હોસ્પિટલમાં હાલ બે ટેન્ક મળી ને લિક્વિડ ઓક્સિજન ના બે હજાર લીટર નો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં રિફીલિંગ કરવાની જરૂર દર બાર કલાકે ફરજ પડી રહી છે બીજી તરફ દર્દીઓને ઓક્સિજન ની જરૂર વધી રહી છે તેને લઈ ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજન નો જથ્થો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને જથ્થો પ્રયાપ્ત માત્રામાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં લિક્વિડ ઓક્સિજન ની 10 હજાર લીટર ની ટેન્ક તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવી છે અને આગામી બે કે ત્રણ દિવસમાં તે ઇન્ટ્રોલેશન કરી કાર્યરત કરવામાં આવશે જેથી તેને રિફીલિંગ કરવા માટે એક દિવસ બાદ કરવામાં આવે તે રીતે જથ્થો ઉપલબ્ધ રહેશે અને ઓક્સિજન નો જથ્થો પ્રયાપ્ત માત્રામાં રહેશે તો વધુ બેડ વધારવા માટે ની હાલ વિચારણા ચાલી રહી છે તેમ પણ મદદ મળશે અને વધુ બેડ ઓક્સિજન સાથે વધારી શકાય તે માટે આગામી દિવસો માં તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કોરોના ની મહામારી માં જિલ્લા ને વધુ ને વધુ સુવિધાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ રહી છે અને નોડલ ઓફિસર ની નિમણૂક કરી કોવિડ 19 ની મહામારી માં જિલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે.