- મધ્યરાત્રીએ હૉસ્પિટલના કોવીડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 14નાં મોત, મૃતાંક વધવાની સંભાવના
ભરૂચ : રાજ્યમાં વધુ એક કોવીડ હૉસ્પિટલ (Covid hospital fire) આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની વેલફેર (bharuch) કોવીડ હૉસ્પિટલનાં કોવીડ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 14 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. આ દર્દીઓમાં 12 દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે. હેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
બનાવની વિગતો એવી છે કે ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હૉસ્પિટલને કોવીડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી રહી હતી. ગત મધ્યરાત્રિએ હૉસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા 12 દર્દી 2 સ્ટાફ સહિત 14 વ્યક્તિનાં કરૂણ મોત થયા હતા જ્યારે અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અને અન્ય હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
0 Comments
Post a Comment