જામનગર તા ૩૦, જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ બેકાબૂ બન્યું છે, ઉપરાંત સમગ્ર જિલ્લા વિસ્તારમાં અને આસપાસના જિલ્લાઓમાંથી પણ કોવિડ દર્દીઓનો પ્રવાહ જામનગર તરફ વળ્યો છે, ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલ નું પરિસર ટૂંકું પડી રહ્યું છે.

 આવા સંજોગોમાં જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રિલાયન્સ કંપનીના સહયોગથી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ માં ૪૦૦ બેડ સાથેની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણતાના આરે છે, અને ટૂંક સમયમાં જ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ જશે.

 જામનગરની ડેન્ટલ હોસ્પિટલ મા હાલમાં કોવિડ હોસ્પિટલ કરવા માટે જી.જી. હોસ્પિટલના તંત્ર તેમજ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પરિસરને કોવિડ હોસ્પિટલમાં પરાવર્તિત કરવા માટે રિલાયન્સ કંપની નો સહયોગ સાંપડ્યો છે, અને એકી સાથે ૪૦૦ બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ ઓક્સિજન અને વેન્ટિલેટર ની પણ સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી રહી છે. જેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણતાના આરે છે, અને નજીકના સમયમાં જ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ જાય તેમ મનાઈ રહ્યું છે. જેથી કોરોના કપરા કાળ માં નવી કોવિડ હોસ્પિટલ અત્યંત ઉપયોગી સાબિત થશે. જેના માટે જરૂરી તબીબી અને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા પણ ઊભી કરવા માટે જી.જી હોસ્પિટલ ના તંત્ર દ્વારા કવાયત હાથ ધરવા આવી રહી છે.