જામનગરમાં તા ૨, જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો કરાયો છે, અને તેના જ એક કુટુંબી પિતા-પુત્રએ ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા દાનાભાઈ ખીમા ભાઈ મહિડા નામના ૩૦ વર્ષના યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી હાથમાં અને માથામાં ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા અને પોતાના કુટુંબી એવા અમરશીભાઈ માધાભાઈ ધઇડા અને તેના પુત્ર રવિ અમરશીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
દાનાભાઈ અને આરોપી પિતા-પુત્ર સાથે ઝઘડો થયો હતો. જેના અનુસંધાને મનદુખ રાખી ગઈકાલે હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે સીટી-સી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
0 Comments
Post a Comment