જામનગર તા ૩, જામનગરમાં મોર્ડન માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલી કુરિયર ની ઓફિસ માં તેના સંચાલક દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો આયાત કરાયો છે, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઓફિસ સંચાલક સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ ઈંગ્લીશ દારૂની બાટલી કબજે કરી છે.

 જામનગરના સીટી બી. ડીવિઝનના પોલીસ સ્ટાફે મોર્ડન માર્કેટ માં ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલી ઓન ડોટ કુરિયર નામની ઓફિસમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન અંદર થી ૩ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી મળી આવી હતી.

 જેથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ ઓફિસના સંચાલક વિજય સુરેશભાઈ ફલીયા ઉપરાંત મિતેશ ભરતભાઈ લખીયાર અને લલિત કમલેશભાઈ ની અટકાયત કરી લીધી છે.