જામનગર તા ૬, જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ૬૫ વર્ષના એક બૂઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલ્કેશ્વરી નાગરી વિસ્તાર માં વિનાયક એપાર્ટમેન્ટ નંબર -૨ માં રહેતા ગજુભા બચુભા જાડેજા નામના ૬૫ વર્ષના બૂઝુર્ગે પોતાના ઘેર કોઈ ઝેરી પદાર્થ પી લેતાં બેભાન બની ગયા હતા. આથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે ચંદ્રસિંહ ધીરુભા ઝાલાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.