• જો પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી થાય તો નવી સમિતિ બને તે બાદ ટેન્ડર મંજુર થઇ શકે.


  • રોડ રીપેરીંગ કરવા માટેનાં ખર્ચ કરવાની છતાં ચીફ ઓફિસર પાસે નથી માટે રોડ રીપેર પણ કરી શકાતો નથી.


જામનગર મોર્નિંગ - ભાણવડ તા.01 : દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકો જેમાં તાલુકા મથક ભાણવડ જ રસ્તાની બાબતમાં ઘણો સમયથી બિસ્માર અને બીમાર હાલતમાં જોવા મળે છે. ભાણવડનાં હૃદય સમાન બાયપાસ રોડ જે નગરપાલિકાનાં દરવાજાથી લઈને જકાત નાકા સુધીનો આખો રસ્તો ખુબ બિસ્માર કહો કે આખો તૂટી ગયેલો કહો તોયે ચાલે 1-2 કિમિ જેટલો આ આશરે 2 વર્ષ જેટલાં સમયથી તૂટી ગયો ઠેર - ઠેર ખાડાને ખબડા પડી ગયેલા છે. અમુક સમય થાય એટલે પાલિકા તેમાં મોરામ પાથરી નાંખે એટલે ફરી 2 મહિના આઘા થાય અને મોરમના ઢગલા માથેથી ભાણવડ સડસડાટ ઠેકડા લેતું નીકળી જાય ફરી બગડે ફરી હોબાળો થાય તો પાલિકા પાંચ પંદર ટ્રેકટર મોરમ કે કપચી પાથરી આપે એટલે પાછું ગાડું ગબડાવવા થાય આવી ભૂલભુલામણી રમતને 2 વર્ષ જેટલો સમય થયો તોયે આ રસ્તો નાં તો સિમેન્ટથી રીપેરીંગ થયો કે નાં તો નવો બન્યો.


હાલમાં આ બાયપાસ રોડ 1 કરોડ 20 લાખનાં ખર્ચે નવો બનાવવા માટે વહીવટી મંજૂરી અપાઈ ગઈ છે અને પાલિકા દ્વારા તેના ટેન્ડર પણ બહાર પડી ગયા. પણ ભાણવડણી કઠણાઈ એ છે કે હાલમાં ટેન્ડર મંજુર કરવા માટેની કારોબારી સમિતિ જ અસ્તિત્વમાં નથી હમણાં જ પાલિકાના કોર્પોરેટર દ્વારા તત્કાલીન પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને તે પસાર કરીને બંનેને પદ પરથી ધકેલી મુકાયા ત્યારથી પાલિકા ઇન્ચાર્જ પ્રમુખથી ચાલે છે.


ફરી પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી થાય તો નવી સમિતિ બને તેમાં કારોબારી સમિતિ બને તો તેમાં ટેન્ડર મંજુર થાય તે બાદ આ બાયપાસ રોડ અને જુના સિનેમા રોડ બની શકે તેમ છે.


આમ હાલ તો કોર્પોરેટરનાં આંતરિક વિવાદ કહો કે ભાગ બટાઇનાં વાંધા કહો તેના હિસાબે ભાણવડનાં મંજુર થયેલ આ બાયપાસ રોડ અને જુના સિનેમા રોડ બની શકતા નથી!