• જિલ્લામાં કોરોના ના કેસનો આંકડો આજે સાતસો થી ઉપર: છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧૨ કેસ નોંધાયા
  • જામનગર શહેરમાં કોરોના કેસ ચારસો ની નજીક: ૩૯૩ કેસ નોંધાયા: ગ્રામ્યના પણ ૩૧૯ સહિત કુલ ૭૧૨ કેસ નોંધાયા

 જામનગર તા ૩, જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને છેલ્લા ૧૦ દિવસ થી કોરોના નું ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને ૭૩ નો થયો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે પણ ૭૦૦ થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના ૩૯૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહ્યો છે. અને ૩૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ યથાવત જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૦૫ અને ગ્રામ્યના ૧૩૬ સહિત ૪૪૧ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા આજે થોડી બ્રેક લાગી હતી છે.

 જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૫.૮૯ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૭૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૯૩૧ નો થયો છે. 

સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૩

 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૬,૧૮૨ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૧૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૮,૩૯૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૪,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૪,૭૯૪ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨,૯૩૧ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

 ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૫ અને ગ્રામ્યના ૧૩૬ મળી ૪૪૧ દર્દીઓને રજા આપવામાં આવી છે.