જામનગર તા ૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા ૨૩ વર્ષના એક યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગી ટૂંકાવી છે. આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા વિવેક જમનભાઈ વાદી નામના ૩૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેના આપઘાતના પગલાં અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.