જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.06 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરીણામો બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસામા ભાજપના કાર્યકરો પર હુમલાઓમાં ૧૧ જેટલા ભાજપાના કાર્યકરોની હત્યા નીપજી છે અને ભાજપના કાર્યાલયો મા તોડફોડ કરવામાં આવતા આ ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડી ને આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ & ખંભાળીયા શહેર અને તાલુકા ભાજપ દ્વારા એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધરણા યોજવામાં આવ્યા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ જિલ્લા પંચાયત ના વી.ડી.મોરી પી.એસ જાડેજા જિલ્લા મહામંત્રી શૈલેષ કણજારીયા યુવરાજસિંહ વાઢેર તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર પીયૂષભાઈ કણજારીયા ગોવિંદભાઇ કનારા સંજયભાઈ નકુમ રસિકભાઈ નકુમ જીજ્ઞેશભાઈ પરમાર જગુભાઇ રાયચુરા હીનાબેન આચાર્ય વનરાજસિંહ વાઢેર ભવ્યભાઈ ગોકાણી હસુભાઈ ધોળકિયા નિસાત ચાકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં સમગ્ર કાર્યક્રમમાં સામાજિક અંતર જાળવવાનું તથા માસ્ક જેવા નિયમોની તકેદારી લેવામાં આવી હતી.