જામનગર તા ૮, જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓના સગાઓ પોતાના વાહનો પાર્ક કરીને દર્દીની સારવાર માટે દોડાદોડી કરી રહ્યા છે, જે દરમિયાન વાહન ચોર ટોળકી તેઓના વાહનોને નિશાન બનાવી રહી છે. અને પખવાડિયામાં ત્રણ મોટર સાઇકલ ચોરાઈ ગયા છે.

 જામનગરની જી.જી હોસ્પિટલ ના પાર્કિંગ એરિયા માં પાર્ક કરાયેલા ટુ વ્હીલર પૈકીના બે મોટર સાયકલની તાજેતરમાં ચોરી થઇ ગઇ હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યાર પછી ગઈકાલે બેડી વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ નથુભાઈ ફીસરિયા એ જી.જી. હોસ્પિટલ ના પાર્કિંગમાં પહેલા ગેટ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી વાહનચોર ટોળકીને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.