• સ્થાનિક આરોગ્ય કેન્દ્રોને વધુ સક્ષમ બનાવી લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધારવા ખાસ અભિયાન શરૂ કરવા તાકીદ કરતા સાંસદશ્રી


જામનગર તા.૦૪ એપ્રિલ, સાંસદ શ્રી પુનમબહેન માડમે ધ્રોલ ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ હોસ્પિટલની કોવિડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સાંસદશ્રીએ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે દાખલ દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યા, કેન્દ્રમાં ઓક્સીજનની ઉપલબ્ધતા, બાયપેપ સહિતના મશીનોની વ્યવસ્થા, દર્દીઓનો રિકવરી રેટ, આવશ્યક દવાઓની સુવિધા વગેરે બાબતે ચર્ચા કરી હતી.સાંસદ શ્રીએ શહેરોમાં સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઘટે તેમજ લોકોને સ્થાનિક સ્તરે જ કોવિડ સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગ્રામીણ ક્ષેત્રે સી.એચ.સી.તથા પી.એચ.સી ને વધુ સક્ષમ બનાવવા તથા લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધે તે માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરવાની તાકીદ કરી હતી.તેમજ ગ્રામજનો, હોસ્પિટલ સ્ટાફ તથા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલ સૂચનો તથા રજૂઆતો સાંસદશ્રીએ સાંભળી હતી અને તે અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, જાડાના પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પોલુભા જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ શ્રી મગનભાઈ ભોજાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી મનસુખભાઈ પરમાર, તાલુકા મહામંત્રી શ્રી જયંતીભાઈ કાગથરા, શહેર મહામંત્રી શ્રી હિરેન કોટેચા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બી.પી.મણવર સહિતના આગેવાનો, ગ્રામજનો તથા આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.