• જામનગરની ફાયર વિભાગની ટુકડીએ આગને કાબુમાં લીધી: આકાશી વીજળી પડવાથી આગ લાગ્યાનું અનુમાન

જામનગર : તા ૧, જામનગર જીલ્લા ના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે આવેલી જંગલખાતાની વીડીમાં એકત્ર કરેલા ઘાસના જથ્થામાં આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. જામનગર મહાનગર પાલિકા ની ફાયરની ટીમે સ્થળ પર પહોઁચી જઇ પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આકાશી વીજળી પડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. 

જામનગર જીલ્લામાં આજે ચોથા દિવસે પણ બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.પલટાયેલા આ વાતાવરણ વચ્ચે આજે લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં પીપરટોડા ગામે સીમ વિસ્તારમાં આવેલી જંગલ ખાતાની વીડીમાં કાપીને ઘાંસડી તૈયાર કરી ને રખાઈ હતી, જે ઘાસના જથ્થામાં ભીષણ આગ લાગી હતી.

 જોત જોતામાં આગ પ્રસરી જતાં જામનગરથી ફાયર ફાયટર દોડાવવામાં આવ્યા હતા. જેને લઈને જામનગર મહાનગર પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી, અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. વરસાદની સાથે આકાશી વીજળી પડતાં ઘાસનો જથ્થો સળગ્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ફાયરે સમયસર સ્થળે પહોઁચી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.