જામનગર તા. ૩૦,    કાલાવડ પંથક ના એક સગીર પર ત્રણેક વર્ષ પહેલાં ત્રણ શખ્સો એ સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ અંગે નો કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીઓને તકસીર વાન ઠેરવી દસ વર્ષની જેલ સજા ફરમાવી છે.

 કાલાવડ પંથક માં રહેતાં એક કિશોર નું ત્રણેક વર્ષ પહેલાં ઇનાયત ઈકબાલ શાહમદાર, સલીમશા અબ્દુલશા શાહમદાર ઉર્ફે અપલો તથા ગિરીશ ગોરધન વસોયા નામના ત્રણ શખ્સો  રિક્ષામાં અપહરણ કરી ગયાં હતાં. તે પછી આ શખ્સો પૈકીના સલીમશા ઉર્ફે અપલાએ સગીર પર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યું હતું.


જે પછી  આ અંગે ની કોઈને વાત કરીશ તો તને તથા તારા માતા-પિતાને તલવાર થી કાપી નાખીશું તેવી ધમકી આપી રિક્ષામાં મનસુખ ગોરધનભાઈ ની વાડીએ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઈનાયતે તેને લોખંડ નો સળિયો ફટકાર્યો હતો અને તે પછી ગિરીશ વસોયા અને ઈનાયતે અગાસીમાં લઈ જઈ તે સગીર પર સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યુ હતું.

જે સગીર ત્રણેય ની ચુંગાલ માંથી મુક્ત થયા પછી ઘરે પહોંચી પરિવાર ને આપવીતી વર્ણવી હતી.અને આખરે પોલીસ માં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે પોક્સો સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

જે વાડીમાં તે સગીર પર અત્યાચાર થયો હતો, તે વાડીના માલિક મનસુખને સાહેદ બનાવી નિવેદન લેવામાં આવ્યું હતું. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતાં સરકારપક્ષે અઠ્ઠયાવીસ સાક્ષી,ઉપરાંત તબીબની જુબાની લેવડાવી હતી અને વાડીમાલિકનું નિવેદન રજૂ કરવા ઉપરાંત છેતાલીસ જેટલા દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં.

 અદાલતે ત્રણેય આરોપી સામેનો કેસ સાબિત માની જુદી જુદી કલમો હેઠળ કુલ દસ વર્ષ ની જેલસજા ફટકારવા માં આવી છે. આ કેસ માં સરકાર તરફે  પબ્લિક પ્રોસિ.  જમનભાઈ ભંડેરી રોક્યા હતા.