જામનગર તા ૫, જામનગરમાં ઇન્દિરા કોલોની નજીક ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની નજીક ગાયત્રીનગર શેરી નંબર એકમાં રહેતા ખીમજીભાઈ નાથાભાઈ રેસિયા નામના ૪૧ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર વેન્ટિલેટર ની ગ્રીલમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી
આ બનાવ અંગે મૃતકના પુત્ર પ્રફુલભાઈ ખીમજીભાઈ રેશિયાએ પોલીસને જાણ કરતાં સિટી સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment