• જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસ દ્વારા અટકાયત

 જામનગર તા ૮, જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કૈલાશ નગર વિસ્તારમાં ગઇકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો છે, અને જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

 કાલાવડમાં કૈલાસ નગર વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા અશોક છોટાલાલ ભટ્ટ, નિતીન રવજીભાઈ ચાવડા, જીતુભાઇ બાબુભાઈ ચૌહાણ, હુસેન બચુભાઈ સુમરા, કનુભાઈ રૂડાભાઈ સાગઠીયા, યુનુસ તૈયબઅલી વોરા વગેરે ૬ શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬,૭૯૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યો છે.