જામનગર તા ૩, જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસા વડ઼ે હારજીતનો જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ભાગી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.

 જામનગરના ખોજા નાકા વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઇને ઘોડીપાસા વડે હારજીત નો જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી સીટી-એ ડિવિઝન પોલીસને મળતાં સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જયાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું કરીને ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.

 જેથી પોલીસે જુગાર રમી રહેલા આદિલ કાસમભાઈ બ્લોચ તેમ જ રિઝવાન ઉર્ફે ચીનો ગનીભાઇ ખીરા નામના બે શખ્સની ધરપકડ કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૧૮૦૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કર્યું હતું.

 આ દરોડા સમયે નાસભાગ થઇ હતી જે દરમિયાન સલીમ યુસુફભાઈ ખીરા, યાસીન કાસમભાઈ ખીરા, અને અલી મકરાણી નામના ત્રણ શખ્સો પોલીસને જોઈને ભાગી છૂટયા હોવાથી ત્રણેય ને ફરારી જાહેર કરી પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.